નવા વર્ષે ISROએ દેશને આપ્યાં ખુશખબર, ચંદ્રયાન-3 મિશન અંગે કરી આ મોટી જાહેરાત

નવા વર્ષે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ પોતાના નવા સંકલ્પોને જાહેર કર્યા છે. વર્ષના પહેલા દિવસે ઈસરોના ચેરમેન કે સિવને દેશને ખુશખબર આપતા કહ્યં કે મિશન ચંદ્રયાન 3 (Chandrayan-3) ના પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે અને તે દિશામાં કામ પણ શરૂ થઈ ગયુ છે. આ સાથે જ તેમણે કહ્યું કે ગગનયાન મિશનનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. ગગનયાન (Gaganyan) મિશનની ડિઝાઈનિંગનું કામ પૂરું થયું. 

નવા વર્ષે ISROએ દેશને આપ્યાં ખુશખબર, ચંદ્રયાન-3 મિશન અંગે કરી આ મોટી જાહેરાત

નવી દિલ્હી: નવા વર્ષે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ પોતાના નવા સંકલ્પોને જાહેર કર્યા છે. વર્ષના પહેલા દિવસે ઈસરોના ચેરમેન કે સિવને દેશને ખુશખબર આપતા કહ્યં કે મિશન ચંદ્રયાન 3 (Chandrayan-3) ના પ્રોજેક્ટને મંજૂરી મળી ગઈ છે અને તે દિશામાં કામ પણ શરૂ થઈ ગયુ છે. આ સાથે જ તેમણે કહ્યું કે ગગનયાન મિશનનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. ગગનયાન (Gaganyan) મિશનની ડિઝાઈનિંગનું કામ પૂરું થયું. 

ચંદ્રયાન-2 અંગે ઈસરોના ચીફે કહ્યું કે આ દિશામાં મોટી  પ્રગતિ થઈ છે. જો કે તેનું લેન્ડિંગ ધાર્યામુજબ સફળતાપૂર્વક ન થઈ શક્યું પરંતુ ઓર્બિટર હજુ પણ કાર્યરત છે. તે આગામી સાત વર્ષ સુધી કામ કરતું રહેશે અને સાયન્સ ડેટા આપતું રહેશે. આ સાથે જ તેમણે કહ્યું કે બીજા સ્પેસ પોર્ટ માટે જમીન સંપાદનની કામગીરી શરૂ થઈ ગઈ છે અને આ પોર્ટ તામિલનાડુના ટુથુકુડીમાં હશે. 

ઈસરોએ ચંદ્રયાન-2ના ઓર્બિટર દ્વારા ચંદ્રની સપાટીની જે તસવીરો લેવાયેલી હતી તે ગયા ઓક્ટોબરમાં બહાર પાડી હતી. હાઈ રિઝોલ્યુશન કેમેરા દ્વારા લેવાયેલી તસવીરોમાં ચંદ્રની સપાટી ખુબ જ સ્પષ્ટ જોવા મળી. અત્રે જણાવવાનું કે ઓર્બિટર ચંદ્રની કક્ષાના સતત ચક્કર લગાવી રહ્યું છે અને તે આગામી 7.5 વર્ષ સુધી કામ કરતું રહેશે. હકીકતમાં લેન્ડર વિક્રમે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતરવાનું હતું. પરંતુ તેના સોફ્ટ લેન્ડિંગ પહેલા જ ભારતીય અંતરિક્ષ અનુસંધાન (ઈસરો) સાથેનો તેનો સંપર્ક તૂટી ગયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news